Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: 83 વર્ષની ઉંમરે નોન-સ્ટોપ કામ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન, બિગ બીએ પૂરી કરી 24 કલાકની શિફ્ટ

83 વર્ષની ઉંમરે પણ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું કામ પ્રત્યેનું સમર્પણ જોઈને આજની યુવા પેઢી પણ આશ્ચર્યચકિત થઈ જાય તેમ છે. તેમણે તાજેતરમાં જ તેમના લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ના આગામી સીઝનના શૂટિંગ દરમિયાન સતત 24 કલાકની સખત શિફ્ટ પૂરી કરીને એક નવો દાખલો બેસાડ્યો છે.

અમિતાભે સળંગ ૨૪ કલાક કર્યું શૂટિંગ

અમિતાભ બચ્ચને પોતે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે તેમણે સવારે ૭ વાગ્યે શૂટિંગ શરૂ કર્યું હતું અને સતત કામ કરીને બીજા દિવસે સવારે ૭ વાગ્યે જ પૂરું કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે શોના પ્રીમિયરની તારીખ અગાઉથી નક્કી થઈ ગઈ હોવાથી આ શિડ્યુલમાં કોઈ ફેરફાર શક્ય નહોતો.

પોતાના બ્લોગ પર ચાહકો સાથે વિગતો શેર કરતા બિગ બીએ લખ્યું, "આજે સવારે ૭ વાગ્યે કામ પૂરું થયું, જે ગઈકાલે સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું. પરંતુ શોને નિયત સમયે દર્શકો સમક્ષ લાવવો જરૂરી હતો, તેથી મેં બ્રેક લીધા વિના કામ પૂરું કર્યું."

તેમણે ઉમેર્યું કે 'કૌન બનેગા કરોડપતિ ૧૮' ની લોન્ચ ડેટ જાહેર થઈ ચૂકી હોવાથી વિલંબ માટે કોઈ અવકાશ નહોતો. રમુજી અંદાજમાં તેમણે એવું પણ કહ્યું કે જો તેઓ શૂટિંગ સમયસર પૂરું ન કરત, તો કદાચ તેમને હોસ્ટિંગની નોકરી ગુમાવવી પડત!

શું છે નવી સીઝનની થીમ?

'કૌન બનેગા કરોડપતિ' ની ૧૮મી સીઝન આ જ મહિને ૧૦ ઓગસ્ટથી રાત્રે ૯ વાગ્યે સોની ટીવી પર પ્રસારિત થશે. અમિતાભ બચ્ચન ફરી એકવાર હોસ્ટ તરીકે વાપસી કરી રહ્યા છે. આ સીઝનની મુખ્ય થીમ ‘સોચના પડેગા’ (વિચારવું પડશે) રાખવામાં આવી છે. આ થીમ દર્શાવે છે કે આજના ડિજિટલ યુગમાં જ્યાં માહિતી સૌની પાસે ઉપલબ્ધ છે, ત્યાં સાચો ફાયદો એ જ મેળવી શકે છે જે તે માહિતીનો યોગ્ય ઉપયોગ અને સમજણ કેળવે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...