તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: તારક મહેતાના મેકર્સનો નવો પ્લાન કે માત્ર અફવા? જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે જેઠાલાલનું નામ!
છેલ્લા 18 વર્ષથી અવિરતપણે દર્શકોનું મનોરંજન કરી રહેલા ટેલિવિઝનના લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ચાહકો માટે એક ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શોની શરૂઆતથી લઈને આજ સુધી દર્શકોના દિલ પર રાજ કરનાર મુખ્ય પાત્ર 'જેઠાલાલ' એટલે કે અભિનેતા દિલીપ જોશીનો રોલ (ટ્રેક) આગામી સમયમાં ઓછો કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોવાના મીડિયા અહેવાલો વહેતા થયા છે. આ સમાચારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'તારક મહેતા...' ના મેકર્સ હાલમાં શોમાં નવી એન્ટ્રી લેનારી રાજસ્થાની ફેમિલી પર વધારે ફોકસ કરવા માંગે છે. આ પરિવારમાં ચાર સભ્યો છે, જેમાં પતિ રત્ન સિંહ બિંજોલા (અભિનેતા કુલદીપ ગોર) અને પત્ની રૂપા (અભિનેત્રી ધરતી ભટ્ટ) મુખ્ય પાત્રો ભજવી રહ્યા છે. શોની વાર્તા મુજબ રત્ન સાડીની દુકાન ચલાવે છે અને આ નવી ફેમિલીનો ટ્રેક હાલમાં ઓડિયન્સને ખૂબ પસંદ આવી રહ્યો હોવાથી મેકર્સ આ નવી વાર્તાને વધુ સ્ક્રીન ટાઈમ આપી રહ્યા છે.
બીજી તરફ, દિલીપ જોશી આ શોના સૌથી હાઈએસ્ટ પેડ (સૌથી વધુ ફી લેતા) એક્ટર છે અને તેઓ મહિનામાં આશરે 15 દિવસ શૂટિંગ કરે છે. લાંબા સમયથી દયાબેનનું પાત્ર શોમાંથી મિસિંગ હોવાથી જેઠાલાલ-દયાબેનનો લોકપ્રિય ટ્રેક બની શકતો નથી. તાજેતરમાં જ મેકર્સ દ્વારા બાઘા-બાવરીના લવ એંગલ પર વધુ ફોકસ કરવામાં આવ્યું હતું, જેના કારણે જેઠાલાલનો રોલ એપિસોડ્સમાં ઓછો જોવા મળ્યો હતો. સ્ક્રીન પર જેઠાલાલ ઓછા દેખાવાને કારણે સોશિયલ મીડિયા પર તારક મહેતાના સત્તાવાર પેજ અને કમેન્ટ સેક્શનમાં દર્શકોએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. ચાહકો સતત કમેન્ટ કરીને મેકર્સને પૂછી રહ્યા છે કે "દિલીપ જોશી ક્યાં છે?"
લોકોનું સ્પષ્ટપણે માનવું છે કે દિલીપ જોશી આ શોનો ‘જીવ’ છે. દયાબેનની વિદાય બાદ જો જેઠાલાલના રોલને પણ ઓછો કે સાઇડલાઇન કરવામાં આવશે, તો તે શોના ભવિષ્ય માટે મોટો જોખમી નિર્ણય સાબિત થઈ શકે છે. જો કે, જેઠાલાલના ટ્રેકને ઓછો કરવા બાબતે અસિત કુમાર મોદી અથવા શોના પ્રોડક્શન હાઉસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર (ઓફિશિયલ) નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. હવે આગામી સમયમાં મેકર્સ આ લોકપ્રિય પાત્રને લઈને શું અંતિમ નિર્ણય લે છે, તેના પર જ સૌ ચાહકોની નજર ટકેલી છે.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...